સની લીયોનના કપડાંનું ફીટીંગ બગડવાથી હાલત ખરાબ થઈ ગઈ, ભારતીય કપડાં વિશે શું કહ્યું જુઓ

સની લિયોની એવી અભિનેત્રીઓમાં છે, જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ ગ્લેમરસ લુક આપે છે. તેની દરેક પોસ્ટ પર પ્રશંસકો સારી કોમેન્ટ કરે છે. હાલમાં સની લિયોનીએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મેકઅપ કરી રહી છે.

આ વીડિયોમાં સની પોતાના ફીટિંગને લઇને ખૂબ પરેશાન દેખાઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સની લિયોની મેકઅપ રૂમમાં કોઈ શૂટ માટે તૈયાર થઇ રહી છે અને તેમણે શિમરી વ્હાઈટ મિક્સ સિલ્વર કલરનો ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો છે.

પરંતુ ડ્રેસની ખરાબ ફીટીંગને પગલે સનીની હાલત ખરાબ થઇ છે. તો ટીમના લોકો તેની ડ્રેસને પિનથી ફીટ કરવાની સાથે સોય-દોરાથી ટાંકા લગાવી રહ્યાં છે. 

ડ્રેસની ફીટિંગથી પરેશાન સની લિયોની કહી રહી છે કે એક જગ્યા નાની છે, બીજી જગ્યા નાની છે... પછી એક જગ્યાએ ટાંકા મારો પછી બીજી જગ્યાએ ટાંકા મારો. ભારતીય ડ્રેસ આવો જ છે.

ટાંકા અને પિન...ટાંકા અને પિન... તેમણે વીડિયો શેર કરીને કેપ્શનમાં પણ લખ્યું, ટાકા ટાકા પિન પિન. આ સાથે તેમણે હાસ્યવાળી ઈમોજી પણ શેર કરી છે. સનીના ચાહકો પણ તેના આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

બોલીવુડ અભિનેત્રી સની લિયોની હંમેશા પોતાની બોલ્ડનેસ માટે હંમેશા ચર્ચામાં રહે છે. આ સાથે લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને પોતાની પર્સનલ લાઈફથી લઇને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી બાબતોને પણ શેર કરતી રહે છે.

THANK YOU